ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં રસ્તા પર થુંકવા વાળા પાસેથી 200 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. આ દંડની રકમ ની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થુંકવાની વિરુદ્ધમાં કાર્યવાહી માટે 1200 રૂપિયા સુધી દંડ કરવાની જોગવાઈ છે. તેમ છતાં માત્ર 200 રૂપિયા દંડ લઈ ને કેમ છોડી દેવાય છે?
બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકાને વખોડી હતી અને આદેશ આપ્યો હતો કે થુંકવા વાળાઓની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવે.
જો આ જ રીતે ચાલુ રહ્યું તો 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં અધધધ… આટલા લાખ દર્દીઓ હશે.
આથી એક વાત નક્કી છે કે હવે આવનાર દિવસમાં થુંકવા સંદર્ભે દંડની રકમ વધશે.