વેબ-સ્ટોરી
જામફળનાં આરોગ્યની દ્રષ્ટિએ લાભો
November 27, 2023
‘ફિલ્મફેર OTT એવોર્ડ’ માં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, તસવીરો થઇ વાયરલ
November 27, 2023
શરીરમાં લોહી વધારવા માટે આ ત્રણ વસ્તુઓ છે રામબાણ
November 24, 2023
કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો રામબાણ ઈલાજ
November 23, 2023
કાર્તિક આર્યન ની બર્થડે પાર્ટીમાં આ સેલેબ્સ એ આપી હાજરી, તસવીરો થઇ વાયરલ
November 23, 2023
પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા
November 22, 2023
પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય
November 21, 2023
ટૂંકમાં સમાચાર

News Continuous Bureau | Mumbai Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોનો આજે 17મો દિવસ છે. હવે મેન્યુઅલ અને વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હવામાન એક મોટો પડકાર બની રહ્યો છે. IMDએ આગામી 24 કલાક ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં ફેરફારને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઓ પડી શકે છે. PM મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તેમને બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. આ સમાચાર પણ વાંચોઃ સવાર-સવારમાં ધ્રૂજી ઉઠી આ ત્રણ દેશોની ધરા, લોકો ઘરની બહાર ભાગ્યા, જાણો ક્યાં કેટલી...

News Continuous Bureau | Mumbai Earthquakes : આજે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ન્યુ ગિનીના ઉત્તરી કિનારે સવારે 3.16 કલાકે 6.5 તીવ્રતાનો અને ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે હાલમાં ત્રણેય જગ્યાએથી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સમાચાર પણ વાંચોઃ Israel-Hamas War: ઇઝરાયલ-હમાસની નવી ડીલ, હવે આ તારીખ સુધી રહેશે યુદ્ધવિરામ..

News Continuous Bureau | Mumbai Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે છે. દરમિયાન કતારના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. નવા કરાર હેઠળ, ઓછામાં ઓછા દસ ઇઝરાયેલી બંધકોને મંગળવારે અને અન્ય દસને બુધવારે મુક્ત કરવામાં આવશે. આ સાથે ઈઝરાયલે દરરોજ 30 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કરવા પડશે. ઉલ્લેખનીય છે કે હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે આ સમાચાર પણ વાંચોઃ Chapped Lips : હોંઠો પર જામેલી પોપડીઓથી પરેશાન છો?, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય.. સમસ્યાથી મળશે...

News Continuous Bureau | Mumbai Dev Diwali 2023: કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ આજ દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠશે. યોગી સરકાર દેવ દીવાળીને ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવડાથી ઘાટને રોશન કરશે. તેમાં એક લાખ દીપ ગાયના ગોબરના બનેલા હશે. આ વખતે દેવ દિવાળી જોવા માટે 70 દેશોના રાજદૂત, ડેલીગેટ્સ અને પરિવારના લોકો આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મહેમાનો દેવ દિવાળી નિહાળશે. આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Politics: દુકાનના પાટિયા ઉપર કાળી મેશ લગાડી છે..તો ખબરદાર છે, મહારાષ્ટ્રના મંત્રી દુકાનદારોની વહારે.. જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai Uttarakhand tunnel rescue ops: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને પગલે 41 યોદ્ધાઓ છેલ્લા 15 દિવસથી સુરંગની અંદર ફસાયેલા છે. દરમિયાન હવે ભારતીય સેના બચાવ કામગીરી માટે આગળ આવી છે. ભારતીય સેના કામદારોને બચાવવા માટે તેમના સંશાધનો સાથે રેસ્ક્યુ સ્થળે પહોંચ્યા છે. આ માટે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી એજન્સીઓએ 100 કલાકનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે 30મી નવેમ્બર સુધીમાં વર્ટિકલ ડ્રીલીંગ દ્વારા સફળતા અપેક્ષિત છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ડ્રિલિંગ કરતી વખતે મેટલ અવરોધનો સામનો કરતા ઓગર મશીન તૂટી ગયું હતું. આ સમાચાર પણ વાંચોઃ Ceiling Fan Rules: પંખો ખરીદતા પહેલા વાંચો આ સમાચાર, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ... જાણો શું છે આ...

News Continuous Bureau | Mumbai IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તેમની જૂની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પરત ફર્યા છે. રવિવારના રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે માત્ર 2 કલાકમાં જ રિટેન થયા બાદ હાર્દિક મુંબઈમાં જોડાયો. હાર્દિકનું મુંબઈ પરત ફરવું પણ આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ બની ગયું, જેણે પહેલાથી જ બધાને ચોંકાવી દીધા હતા. અહેવાલ છે કે ભારતીય ધાકડ બેસ્ટમેન શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનશે. જો કે ટીમ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સમાચાર પણ વાંચોઃ Milk for Your Face: ચહેરા પરના ડાઘ દૂર કરવા છે? દૂધનો આ રીતે કરો ઉપયોગ.. ચમકી જશે ચહેરો

News Continuous Bureau | Mumbai Western Railway : રેલવે ટ્રેક ( Railway tracks ) અને સિગ્નલ યંત્રણાના ( signal processing ) મેઈન્ટેનન્સ માટે પશ્ચિમ રેલવેએ બોરીવલી ( Borivali ) અને ભાયંદર સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇન ઉપર ( Night Block ) બ્લોક રાખ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ બ્લોક આજે રાત્રે 12.30 વાગ્યાથી વહેલી સવારે 4.30 વાગ્યા સુધી રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન, તમામ ફાસ્ટ લાઇનની ટ્રેનો ( Mumbai Local Train )વિરાર/વસઇ રોડથી બોરીવલી સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર ચાલશે. તદનુસાર, રવિવાર ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર દિવસનો કોઈ બ્લોક રહેશે નહીં. આ સમાચાર પણ વાંચોઃ Sandwich : લ્યો બોલો, મહિલાએ...

News Continuous Bureau | Mumbai Soumya Viswanathan Murder Case : સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની ( Life imprisonment ) સજા ( convicts) સંભળાવવામાં આવી છે. જોકે એક આરોપીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે સાથે જ કોર્ટે ચારેય આરોપીઓને ( accused ) પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. સૌમ્યાની 30 સપ્ટેમ્બર, 2008ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તે પોતાની કારમાં ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી. આ સમાચાર પણ વાંચોઃ Viral video : ટ્રેનમાં ગંદા ઈશારા કરી રહ્યો હતો યુવક? મહિલા મુસાફરે ચંપલથી માર માર્યો, જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai Abhyudaya Cooperative Bank : રિઝર્વ બેંકે આગામી એક વર્ષ માટે અભ્યુદય કોઓપરેટિવ બેંકના બોર્ડને હટાવવાની જાહેરાત કરી છે. જો કે, બેંકના વ્યવસાય પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. સેન્ટ્રલ બેંકે ભારતીય સ્ટેટ બેંકના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર સત્ય પ્રકાશ પાઠકને અભ્યુદય કોઓપરેટિવ બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાંત સલાહકારોની સમિતિ પણ નિયુક્ત કરવામાં આવી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે અભ્યુદય કોઓપરેટિવ બેંકના ગવર્નન્સના નબળા ધોરણોને કારણે તેને પગલા લેવાની ફરજ પડી છે.

News Continuous Bureau | Mumbai Rajasthan Assembly Election 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે આજે સવારે 7 વાગ્યાથી 199 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ ઉમેદવારની મોતના કારણે કરણપુર વિધાનસભા બેઠક પર મતદાન સ્થગિત રાખવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. રાજ્યભરમાં એકસાથે યોજાનાર મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. આ સમાચાર પણ વાંચોઃ Protein Lunch: લંચમાં બનાવો પ્રોટીનયુક્ત મગની દાળની રોટલી, દિવસભર રહેશે એનર્જી. નોંધી લો બનાવવાની રીત...