News Continuous Bureau | Mumbai
Bank Holidays in July જુલાઈ 2026માં બેંકિંગ સેવાઓ મેળવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. આ મહિનામાં વિવિધ તહેવારો, રવિવાર અને શનિવારની રજાઓને કારણે દેશભરમાં અલગઅલગ શહેરોમાં કુલ 12 દિવસ બેંકો બંધ (Bank Holidays) રહેશે.
Bank Holidays in July – સાપ્તાહિક રજાઓ અને શનિવારની રજાઓ
જુલાઈ મહિનામાં બેંકોની રજાઓના લિસ્ટમાં મુખ્યત્વે રવિવારની સાપ્તાહિક રજાઓ સામેલ છે. 5, 12, 19 અને 26 જુલાઈએ રવિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકોમાં કામકાજ બંધ રહેશે. આ ઉપરાંત, નિયમ મુજબ બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા હોય છે. આ ક્રમમાં 11 જુલાઈએ બીજા શનિવારે અને 25 જુલાઈએ ચોથા શનિવારે બેંકોમાં કામકાજ થવાનું નથી. ગ્રાહકોએ આ રજાઓના દિવસોને ધ્યાનમાં રાખીને તેમના નાણાકીય વ્યવહારોનું આયોજન અગાઉથી કરી લેવું જોઈએ.
Bank Holidays in July – તહેવારોને કારણે પ્રાદેશિક રજાઓ
સાપ્તાહિક રજાઓ સિવાય, વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે પણ બેંકોમાં રજાઓ રહેશે. 6 જુલાઈએ આઇઝોલમાં ‘MHIP દિવસ’, 9 જુલાઈએ શિલોંગમાં ‘બેહદિએનખલામ’ તહેવાર, અને 16 જુલાઈએ ભુવનેશ્વર, દેહરાદૂન તેમજ ઇમ્ફાલમાં રથયાત્રા, કાંગ અને હરેલા તહેવાર નિમિત્તે રજા રહેશે. 17 જુલાઈએ શિલોંગમાં ‘તિરોત સિંહ પુણ્યતિથિ’, 18 જુલાઈએ ગંગટોકમાં ‘દ્રુકપા ત્શે જી’ તહેવાર અને 22 જુલાઈએ અગરતલામાં ‘ખારચી પૂજા’ને કારણે બેંકોમાં જાહેર રજા રહેશે.
Bank Holidays in July – ડિજિટલ સેવાઓનો લેવો જોઈએ લાભ
Bank Holidays in July ની યાદી જોતા સ્પષ્ટ થાય છે કે રજાઓનો આંકડો મોટો છે, પરંતુ ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. બેંકો બંધ હોવા છતાં, ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ (Online Banking), મોબાઈલ એપ, ATM અને UPI જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને તેમના વ્યવહારો ચાલુ રાખી શકે છે. બેંકની મહત્વની શાખા-સંબંધિત કામગીરી માટે ગ્રાહકોએ બેંકના કેલેન્ડરને તપાસીને તે મુજબ સમય નક્કી કરવો હિતાવહ છે.
👉 આ સમાચાર વાચો:
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
