Site icon News Continuous Bureau | Mumbai

Star Plus New Show । ટીવી સ્ક્રીન પર ફરી જોવા મળશે રિયલ રોમાન્સ! સ્ટાર પ્લસના નવા શો માટે આ બે દિગ્ગજ જોડીઓ વચ્ચે રેસ; જાણો કોનું પલ્લું છે ભારે

Star Plus New Show । ચેનલના નવા ફિક્શન શોને લઈને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારે હલચલ; ‘બેપનાહ’ કે ‘કસોટી ઝિંદગી કી’ ના કલાકારો વચ્ચે ચાલી રહી છે રેસ, ફેન્સ ઉત્સાહિત.

Star Plus New Show ।  ટીવી સ્ક્રીન પર ફરી જોવા મળશે રિયલ રોમાન્સ! સ્ટાર પ્લસના નવા શો માટે આ બે દિગ્ગજ જોડીઓ વચ્ચે રેસ; જાણો કોનું પલ્લું છે ભારે

Star Plus New Show । ટીવી સ્ક્રીન પર ફરી જોવા મળશે રિયલ રોમાન્સ! સ્ટાર પ્લસના નવા શો માટે આ બે દિગ્ગજ જોડીઓ વચ્ચે રેસ; જાણો કોનું પલ્લું છે ભારે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Star Plus New Show । સ્ટાર પ્લસ (Star Plus) એકવાર ફરી પોતાના નવા ફિક્શન શોને લઈને ચર્ચામાં આવી ગયું છે. હાલમાં ચેનલ તરફથી આ પ્રોજેક્ટની કોઈ સત્તાવાર જાહેરાત (Official Announcement) કરવામાં આવી નથી, તેમ છતાં શોની સ્ટાર કાસ્ટને લઈને સોશિયલ મીડિયા અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં અટકળો તેજ થઈ ગઈ છે. શોમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે ટેલિવિઝનની બે સૌથી લોકપ્રિય અને આઇકોનિક જોડીઓના નામ સામે આવી રહ્યા છે.

ફરી ધમાલ મચાવી શકે છે હર્ષદ ચોપડા અને જેનિફર વિંગેટની જોડી!

‘મીડિયા ના એક અહેવાલ અનુસાર, સ્ટાર પ્લસના આ આગામી શોમાં એકવાર ફરી હર્ષદ ચોપડા (Harshad Chopda) અને જેનિફર વિંગેટ (Jennifer Winget) ની જોડી જોવા મળી શકે છે. આ બંને કલાકારો અગાઉ સુપરહિટ ટીવી શો ‘બેપનાહ’ (Bepannah) માં સાથે કામ કરી ચૂક્યા છે. ઓન-સ્ક્રીન તેમની કેમિસ્ટ્રી અને દમદાર એક્ટિંગના લાખો ફેન્સ છે. જો મેકર્સ આ જોડીને ફાઇનલ કરશે તો ટીવીના પડદા પર મોટો ધમાકો થઈ શકે છે.

શ્વેતા તિવારી અને રોનિત રોયના નામ પર પણ વિચારણા

બીજી તરફ, ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી અનુભવી અને લોકપ્રિય ચહેરાઓ એવા શ્વેતા તિવારી (Shweta Tiwari) અને રોનિત રોય (Ronit Roy) ની જોડીને લઈને પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ જોડીએ વર્ષો પહેલાં આઇકોનિક શો ‘કસોટી ઝિંદગી કી’ (Kasautii Zindagii Kay) માં ‘પ્રેરણા અને મિસ્ટર બજાજ’ તરીકે દર્શકોના દિલ જીત્યા હતા. લાંબા સમય પછી આ બંનેને ફરી એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા માટે પણ ચાહકો ખૂબ જ ઉત્સુક છે.

મેકર્સ અને ચેનલનું સત્તાવાર મૌન

હવે જોવાનું એ રહેશે કે મેકર્સ આ બંનેમાંથી કઈ ધુરંધર જોડી પર પસંદગીનો કળશ ઢોળે છે. હાલ પૂરતું આ બાબતે ચેનલ કે શોના પ્રોડ્યુસર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 2 OTT Release Date Confirmed| ‘ધુરંધર ૨’ ની ઓટીટી રીલીઝ ડેટ કન્ફર્મ આ તારીખે જિયોહોટસ્ટાર પર દસ્તક દેશે રણવીર સિંહની ફિલ્મ, મળશે એક્સ્ટ્રા રનટાઇમ

Ravi Kishan Solo Lead Hindi Film રવિ કિશન બનશે સોલો લીડ હીરો બોલિવૂડની મોટી હિન્દી ફિલ્મ કરી સાઇન, મહાવીર જૈન ફિલ્મ્સ સાથે નવો પ્રોજેક્ટ!
Urvashi Rautela AI Controversy ‘મારો ચહેરો અને અવાજ વેચીને અબજો કમાયા’ અમેરિકન AI કંપની સામે આ અભિનેત્રીએ કર્યો ₹૭,૦૦૦ કરોડનો કેસ
Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Exit mobile version