આજના યુગમાં ફેશન નો અર્થ દરરોજ બદલાય છે.
હાલમાં જ પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક દરમિયાન જોવા મળેલી ફેશને સૌને દંગ કરી દીધા હતા.
રેમ્પ વોક દરમિયાન મોડલ્સે વિવિધ પ્રાણીઓના ડ્રેસ પહેર્યા હતા.
પેરિસ ફેશન વીક દરમિયાન અલગ-અલગ થીમ રાખવામાં આવી હતી.
આ આઉટફિટ્સમાં વરુ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓ જોવા મળ્યા હતા.
કાઈલી જેનરે કાળો ડ્રેસ પહેર્યો હતો જેની સાથે ફોક્સ 3D સિંહનું માથું જોડાયેલું હતું.
દરેક પોશાક હાથથી તૈયાર કરવામાં આવ્યો હતો.
હોલીવુડની લોકપ્રિય ગાયિકા અને રેપર દોજા કેટ એ પેરિસ ફેશન વીકમાં પોતાના પર લાલ રંગ લગાવ્યો હતો.
આ અનોખા ફેશન ની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે.