અંબાણી પરિવારની દરેક નાની-નાની વાત જાણવા માટે લોકો ખૂબ જ ઉત્સુક હોય છે.

ધીરુભાઈ અંબાણીએ માત્ર 10મા સુધી જ અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેઓ ટેક્સટાઈલ બિઝનેસમાં હાથ અજમાવવા વિદેશ ગયા હતા.

મુકેશ અંબાણીએ બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે, ત્યારબાદ તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસમાં માસ્ટર્સ કર્યું છે.

નીતા અંબાણીએ મુંબઈની એક કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું.

અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે .

શ્લોકા મહેતાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.