મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને સફળ ઉદ્યોગપતિ જ નહીં, પણ એક ઉત્તમ પારિવારિક માણસ પણ છે.

મુકેશ અંબાણી એક આદર્શ પતિ તો છે, તો સાથે જ તેઓ તેમના બાળકો માટે પણ એક પરફેક્ટ પિતા છે.

મુકેશ અને નીતાને ત્રણ બાળકો છે કહેવાય છે કે નીતા અંબાણી પોતાના બાળકો સાથે ખૂબ જ કડક છે.

આટલા ધનિક હોવા છતાં તેમને તેમના બાળકોને લક્ઝુરિયસ કાર ને બદલે સામાન્ય બાળકો સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોકલ્યા હતા

એવું કહેવાય છે કે મુકેશ અને નીતાએ તેમના બાળકોને ક્યારેય આરામનું જીવન આપ્યું નથી.

નોકરોની ફોજ હોવા છતાં, મુકેશ અંબાણી ના ત્રણ બાળકો પોતાના રૂમની સફાઈ જાતે કરે છે.

મુકેશ અને નીતા અંબાણીએ હંમેશા તેમના બાળકોને લોકોનો આદર કરવાનું સાથે જ તેમની ફરજો સમજતા અને પોતાનું કામ જાતે કરવાનું શીખવ્યું છે.

મુકેશ અંબાણી હંમેશા પોતાના બાળકોને નૈતિક મૂલ્યો અને પૈસાનું મહત્વ શીખવવાનો પ્રયત્ન કરે છે.