રિપોર્ટ્સનું માનીએ તો ઈશા અંબાણી અને આનંદ પીરામલે તેમના જોડિયા બાળકો માટે ખાસ વેલકમ  પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટી માં મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે પહુંચ્યા હતા

આ પાર્ટી માટે ઈશા અંબાણી એ તેના વરલી વાળા ઘર ની પસંદગી કરી હતી

ઈશા અંબાણીએ 11 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેનું નામ કૃષ્ણા અને આદિયા  રાખવામાં આવ્યું છે.

ઈશા જ્યારે તેના બે બાળકો સાથે પહેલીવાર મુંબઈમાં તેના ઘરે પહોંચી ત્યારે અંબાણી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

હવે પીરામલ પરિવારે તેમના ઘરે ઈશાના જોડિયા બાળકોના સ્વાગત માટે પાર્ટીનું આયોજન કર્યું છે.

આ દરમિયાન મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની ક્યુટનેસે લોકોના દિલ જીતી લીધા હતા.

ઈશા અંબાણીની આ પાર્ટીમાં તેના ભાઈ અનંત અંબાણી જોવા મળ્યો ન હતો પરંતુ તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર અંદાજમાં પહોંચી હતી.