કાજોલ અને રાની મુખર્જી વાસ્તવિક જીવનમાં પિતરાઈ બહેનો છે. કાજોલના પિતા શોમુ મુખર્જી અને રાનીના પિતા રામ મુખર્જી ફર્સ્ટ કઝિન હતા.

અભિનેત્રી જાહ્નવી કપૂર અને શનાયા કપૂર પણ પિતરાઈ બહેનો છે. જ્હાન્વી અને શનાયાના પિતા બોની કપૂર અને સંજય કપૂર સગા ભાઈઓ છે.

પૂજા ભટ્ટ એ આલિયા ભટ્ટની સાવકી બહેન છે. આલિયા સોની રાઝદાન ની પુત્રી છે, જ્યારે પૂજા ભટ્ટ કિરણ ભટ્ટની પુત્રી છે.

કાજોલ અને તનિષા મુખર્જી સગી બહેનો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ બંને સુંદરીઓ બોલિવૂડની ટોચની અભિનેત્રી તનુજાની પુત્રીઓ છે.

પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા પણ પિતરાઈ બહેનો છે. પ્રિયંકા અને પરિણીતીના પિતા સગા ભાઈઓ છે

નમ્રતા શિરોડકર અને શિલ્પા શિરોડકર પણ સગી બહેનો છે. આ બંને અભિનેત્રીઓ 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ સગીબહેનો છે. કરીના અને કરિશ્મા રણધીર કપૂર અને બબીતા ​​કપૂરની દીકરીઓ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે 'દ્રશ્યમ' અભિનેત્રી ઈશિતા દત્તા અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન છે. આ બંને અભિનેત્રીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.