જયા બચ્ચન 75 વર્ષ ની થઇ છે. ફિલ્મોમાં તે તેના દમદાર અભિનય માટે જાણીતી છે 

જયાએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી શાનદાર ફિલ્મો કરી છે. 

અભિનેત્રી માત્ર સિનેમા માટે જ નહીં પરંતુ તેની રાજકીય સફર અને સામાજિક સેવા માટે પણ જાણીતી છે.

જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ જબલપુરના એક બંગાળી પરિવારમાં થયો હતો અને તેનું આખું નામ જયા ભાદુરી બચ્ચન છે 

જયા બચ્ચન અભ્યાસમાં ટોપર હતી અને તે સમયગાળામાં જયા બચ્ચન એ અભિનેત્રીઓમાંની એક હતી જેમણે અભિનયનો અભ્યાસ કર્યો હતો 

તેણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, પૂણેમાં અભિનય શીખ્યો અને ત્યાં તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો 

જયાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 15 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો 

વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટી દ્વારા રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.