કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લા 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે 

2005 માં, કર્જતમાં એનડી સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો, જે પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો 

43 એકરમાં ફેલાયેલો આ સ્ટુડિયો એક નાના શહેર જેવો છે. જ્યાં મોટા કિલ્લા, શહેરની બજાર, હવેલી, મંદિર અને ગામ જેવા લોકેશન બનાવવામાં આવ્યા છે 

ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમની  હવેલી જ્યાં ઐશ્વર્યા રાયનો પરિવાર રહેતો હતો, તે સેટ આ સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યો હતો 

રિતિક રોશન-ઐશ્વર્યા રાયની ફિલ્મ જોધા-અકબરમાં અકબરનો કિલ્લો અને મહેલ પણ આ જ સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યો હતો 

આ સ્ટુડિયો સાથે સ્ટાર્સને ખાસ લગાવ છે. સલમાન ખાન સિક્યોરિટી વગર અહીં સ્કૂટી પર ફરે છે 

રેખાએ અહીં પોતાના માટે કાયમી રૂમ બનાવવાની વિનંતી કરી છે 

હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ સેટ તોડતાં પહેલાં ઐશ્વર્યા રાય આખો દિવસ એ જ રૂમમાં રહી હતી