બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા ઠાઠ-માઠ  માટે પ્રખ્યાત છે 

ડિઝાઈનર પોશાક હોય કે મોંઘા દાગીના, શ્લોકાનો લુક હંમેશા રિચ હોય છે 

આ દરમિયાન, તેનો એક નેકલેસ હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેની કિંમત 451 કરોડ રૂપિયા છે 

શ્લોકાનો તે નેકલેસ ચર્ચામાં છે, જે તેના સાસુ નીતા અંબાણીએ તેના લગ્ન પર ભેટમાં આપ્યો હતો 

અહેવાલો અનુસાર, લગ્નની ભેટ તરીકે આપવામાં આવેલા નેકલેસની કિંમત ત્યારે 451 કરોડ રૂપિયા હતી 

આ 'L'Incomparable' નેકલેસ 'Muawad' બ્રાન્ડનો હતો, જે વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ હોવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે 

આ હાર 407.48 કેરેટ વજનના 'L'Incomparable' નામના પ્રખ્યાત પીળા હીરાનો બનેલો હતો. આ જ કારણ છે કે આ નેકલેસની કિંમત આટલી વધારે છે 

નેકલેસમાં 91 સફેદ હીરા હતા જે 200 વધારાના કેરેટ માં ઉમેરી ને વિવિધ આકારોમાં કાપવામાં આવ્યા હતા અને આ કિંમતી નેકપીસમાં ઉમેર્યા હતા