ડોલી જૈન કે જેણે ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂરના લગ્નમાં તમામ પ્રસંગોએ સાડી અને લહેંગા પહેરાવવાનું કામ કર્યું છે
ડોલી, જે એક સમયે પોતાને સાડી પહેરવાથી નફરત કરતી હતી, તેણે સુપરસ્ટાર શ્રીદેવીના કહેવા પર સાડી પહેરાવવાં ને પોતાનો વ્યવસાય બનાવ્યો અને આજે તે દરેક મોટી અભિનેત્રીની પ્રિય છે.
ડોલી ને 325 રીતે સાડી પહેરાવતા આવડે છે. આ કોઈ મેજીક થી ઓછું નથી
ડોલીનું નામ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે
તેણે પહેલા 80 પ્રકારની સાડીઓ અને બાદમાં 325 પ્રકારની સાડીઓ પહેરાવી ને આ રેકોર્ડ બનાવ્યો હતો
સૌથી મોટી વાત એ છે કે તેને સાડી પહેરાવવામાં માત્ર 18.5 સેકન્ડનો સમય લાગે છે
ડોલી કહે છે કે સાડી પહેરાવવાની ફી 25 હજારથી શરૂ થાય છે અને હાઈપ્રોફાઈલ લગ્નો અને તેમના કાર્યક્રમોમાં તે લાખો રૂપિયા સુધી જાય છે
આજે ડોલી સબ્યસાચીથી માંડીને મનીષ મલ્હોત્રા જેવા અન્ય ડિઝાઇનર્સ માટે સાડી અને લહેંગા પહેરાવે છે