ચોમાસામાં કવચના વેલા ફૂટીને વાડ, ઝાડ પર ચઢી જાય છે. વાલનાં પત્તાની જેમ તેના ત્રણ પત્તા સાથે હોય છે. વેલા પર ભૂરા રંગના ફૂલ બેસે છે ફૂલ અતિ સુંદર હોય છે. પછી તેમાંથી ગુચ્છાદાર શીંગો થાય છે. પછી દરેક ગુચ્છામાં ૫ થી ૧૦ શીંગો લાગે છે. તેથી શીંગો પર નાની નાની રૂંવાટી હોય છે. જે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી ખંજવાળ આવે છે. આ ખંજવાળને શાંત કરવા માટે છાણ ચોપડવામાં આવે છે.