આપણા અથાણાંમાં કેરડાનું વિશેષ મહત્વ છે. આયુર્વેદમાં કેરડાને ‘કરીર’ કહેવામાં આવે છે અને કરી૨-કેરડા આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે. ગુજરાત કરતા કચ્છ કાઠિયાવાડમાં તેનો વધુ ઉપયોગ થાય છે. વૈશાખ-જેઠમાં કેરડા આવવા લાગે છે.
કેરડા ઉપયોગ
કેરડાનું અથાણું અને તેનું કરી ચૂર્ણ ડાયાબિટીસવાળાએ નિયમિત ખાવું જોઈએ.
કેરડા ઉપયોગ
આ કેરડા ગુણોની દૃષ્ટિએ કડવા, તુરા, ઉષ્ણ અને રુક્ષ છે. તે કફજ્વર, ઉધરસ, શરદી, દમ જેવા કફના રોગોમાં ખૂબ હિતાવહ છે.
કેરડા ઉપયોગ
પ્રમેહ અને મૂત્રમાર્ગના રોગોમાં તથા અર્શ-મસામાં ખૂબ જ હિતાવહ છે. સોજો અને કૃમિનો નાશ ક૨ના૨ છે.
કેરડા ઉપયોગ
કેરડાનો નિયમિત ઉપયોગ કરવાથી ઘણા વખતની જૂની કબજિયાત દૂર થાય છે. સોજો અને કૃમિનો નાશ કરનાર છે. પથરી, પ્રોસ્ટેટ જેવા મૂત્રમાર્ગના રોગોમાં થતો મૂત્રનો અવરોધ દૂર થાય છે.