ટીવી સીરીયલ 'અનુપમા' થી રૂપાલી ગાંગુલીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. જો કે અભિનેત્રીએ વર્ષ 2000માં સિરિયલ 'સુકન્યા'થી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો
'અનુપમા'ના સુધાંશુ પાંડે, જે સિરિયલમાં વનરાજ શાહના પાત્રમાં છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'ખિલાડી 420'થી કરી હતી. અભિનેતાએ 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે
'અનુપમા'માં કાવ્યાના રોલથી ફેમસ થયેલી મદાલસા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી નહીં પરંતુ ફિલ્મોથી કરી હતી. અભિનેત્રી ને ઓળખ 'અનુપમા'થી મળીહતી
ગૌરવ ખન્ના સિરિયલ 'અનુપમા'માં અનુજ તરીકે દર્શકોનું દિલ જીતી રહ્યો છે. તાજેતરમાં જ ગૌરવ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે વર્ષોથી કામ કરી રહ્યો છે, પરંતુ હવે તેને ઓળખ મળી છે
શાઈની દોશી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા વર્ષોથી સક્રિય છે. તે પહેલીવાર વર્ષ 2013માં ટેલિકાસ્ટ થયેલી સીરિયલ 'સરસ્વતી ચંદ્ર'માં જોવા મળી હતી. શાઈનીને તેની અસલી ઓળખ પંડ્યા સ્ટોરમાંથી મળી હતી
નીલ ભટ્ટ હાલમાં સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર'માં જોવા મળે છે. નીલ ભટ્ટે ડાન્સ શો વૂગી વૂગીમાં ભાગ લીધો હતો અને તે પછી જ તેણે અભિનયમાં ઝંપલાવ્યું હતું
સૃષ્ટિ ઝા એક હિટ ટીવી અભિનેત્રી પણ છે, જે કુમકુમ ભાગ્યથી ઘર-ઘરમાં જાણીતી બની હતી. સૃષ્ટિ આ પહેલા પણ ઘણી સિરિયલોમાં લીડ રોલ કરી ચુકી છે