દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુત્રી ઈશા અંબાણીએ સૌથી લોકપ્રિય ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2023માં પોતાની હાજરી નો અનુભવ કરાવ્યો હતો.

ન્યૂયોર્કમાં યોજાનારી આ ઈવેન્ટમાં ઈશા અંબાણીએ ફેમસ ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઈન કરેલો સુંદર સાડી ગાઉન પહેર્યો હતો 

ઈશા અંબાણીના લુકની વાત કરીએ તો, બ્લેક કલરના તેના સાડી-ગાઉનમાં મોતી અને ક્રિસ્ટલની અદ્ભુત ડિઝાઈન હતી, જે સાડીને વધુ સુંદર બનાવી રહી હતી. 

આ સાડી સાથે, ઈશાએ તેના દેખાવમાં આકર્ષણ વધારવા માટે હીરાની જ્વેલરી પહેરી હતી, અને ખૂબ જ સુંદર ભારતીય શૈલીનું પર્સ પણ કેરી કર્યું હતું. 

ઈશા અંબાણીના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકોએ તેના પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું 

વિશ્વની સૌથી ચર્ચિત ફેશન ઇવેન્ટની થીમ, મેટ ગાલા 2023 - કાર્લ લેજરફેલ્ડ: અ લાઈન ઓફ બ્યુટી - દિવંગત ફેશન લેજેન્ડના સન્માનમાં રાખવામાં આવી છે. 

ઈશા અંબાણીએ 2017 માં ક્રિશ્ચિયન ડાયો ગાઉન સાથે તેની ફેશન ઇવેન્ટની શરૂઆત કરી હતી

પછી 2019 માં પ્રબલ ગુરુંગ દ્વારા લીલાક ડ્રેસ પહેરીને ની મેટ ગાલા ની શરૂઆત કરી