એવી ચર્ચા હતી કે પ્રિયંકા ચોપરાએ મેટ ગાલા 2023માં 25 મિલિયન ડોલર એટલે કે 204 કરોડનો નેકલેસ પહેર્યો હતો
હવે અંગ્રેજી અને અલ્બેનિયન ગાયક અને ગીતકાર દુઆ લિપાએ વિશ્વનો દુર્લભ હીરા-જડેલો નેકલેસ પહેર્યો હોવાના અહેવાલો છે જેની કિંમત લગભગ 245 કરોડ છે
મેટ ગાલા 2023 ઈવેન્ટના કો-હોસ્ટ વોગ વેબસાઈટમાં છપાયેલા સમાચાર મુજબ દુઆ લિપાનો નેકલેસ 100 કેરેટનો છે
દુઆ લિપાએ ચેનલ નો સફેદ ટ્વીડ બોલગાઉન પહેર્યો હતો.
પરંતુ તેના ગાઉન કરતા તેના ડાયમંડ નેકલેસે લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું
મેટ ગાલા 2023 ઇવેન્ટની રાત્રે ટિફની એન્ડ કંપનીના નવા સુપ્રસિદ્ધ સફેદ હીરા પહેરનાર દુઆ લિપા પ્રથમ સ્ટાર બની હતી
આ નેકલેસને લેબલમાંથી સફેદ લ્યુસિડા સ્ટાર ડાયમંડથી શણગારવામાં આવ્યો છે. આ લિજેન્ડરી ડાયમંડ 100 કેરેટનો છે
લેબલ મુજબ, નવો લિજેન્ડરી વ્હાઇટ ડાયમંડ ડી-કલર્ડ છે, જેમાં 82 પાસાઓ છે અને તે બોત્સ્વાનામાંથી મેળવવામાં આવ્યો છે