અદા શર્માની ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી, પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે 

'કિસ્સા કુરસી કા'ને ભારતીય સિનેમાની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. તે ક્યારેય રિલીઝ થઈ ન હતી. સરકારે 1975માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની પ્રિન્ટ પણ જપ્ત કરવામાં આવી હતી. એટલું જ નહીં ફિલ્મની પ્રિન્ટ પણ બળી ગઈ હોવાનું કહેવાય છે 

ફિલ્મ 'ફિરાક' ગુજરાત રમખાણો પર આધારિત છે. આ ફિલ્મ 2008માં રિલીઝ થવાની હતી, સેન્સર બોર્ડે તેને પાસ નહોતી કરી. જો કે, તે એક વર્ષ પછી એટલે કે વર્ષ 2009માં રિલીઝ કરવામાં આવી હતી 

બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર અને ફિલ્મ નિર્દેશક ગુલઝારની ફિલ્મ 'આંધી' જે વર્ષ 1975માં રિલીઝ થઈ હતી. રાજનીતિના કારણે આ ફિલ્મ રિલીઝ થયાના થોડા મહિનાઓ બાદ જ પ્રતિબંધિત કરવામાં આવી હતી 

વર્ષ 1996માં દિપા મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાયર' બે મહિલાઓ વચ્ચેના લેસ્બિયન સંબંધો પર આધારિત હતી.. ઘણી સંસ્થાઓ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મ 1998માં કોઈપણ કટ વગર રિલીઝ થઈ હતી 

હુસૈન જયદીપના પુસ્તક પર આધારિત ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે' પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, ફિલ્મ પરનો પ્રતિબંધ પાછળથી ઉઠાવી લેવામાં આવ્યો હતો અને તે વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મુંબઈ બ્લાસ્ટ પહેલા તેનું પ્લાનિંગ બતાવવામાં આવ્યું હતું. 

જ્હોન અબ્રાહમ, લિસા રે, સીમા બિસ્વાસ અભિનીત 'વોટર' એક વિધવા આશ્રમ પર આધારિત છે. આ ફિલ્મમાં તેમના જીવનને ખૂબ નજીકથી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે આ ફિલ્મ પર એક સંસ્થા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે બાદમાં 2007માં રિલીઝ થઈ હતી 

શેખર કપૂરની ફિલ્મ બેન્ડિટ ક્વીન અશ્લીલ, વાંધાજનક અને અભદ્ર હોવાનું કહેવાય છે. ફિલ્મમાં સેક્સ્યુઅલ કન્ટેન્ટ, નગ્નતા અને અભદ્ર ભાષાને કારણે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો