બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની શાનદાર એક્ટિંગના જોરે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એક ખાસ ઓળખ બનાવી છે.

આલિયા ભટ્ટને હાલમાં જ બ્રાન્ડ Gucciની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

હાલમાં, આલિયા ભટ્ટ ગુચી ક્રૂઝ શો 2023માં હાજરી આપવા માટે સિઓલ પહોંચી છે.

આલિયા ભટ્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટની આ તસવીરો પર લોકોની નજર તેની હેન્ડબેગ પર ટકેલી હતી

આલિયા ભટ્ટ પારદર્શક હેન્ડબેગ સાથે જોવા મળી હતી. જેના માટે લોકો આલિયા ભટ્ટને ટ્રોલ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ વિશે લોકો કહી રહ્યા છે કે તે ખાલી બેગ લઈને કેમ ગઈ.

આલિયા ભટ્ટે આ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે, 'હા, બેગ ખાલી હતી.' આ રીતે આલિયા ભટ્ટે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો.