ઉર્વશી રૌતેલાએ '76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023'માં પોતાનો અલગ અંદાજ બતાવ્યો
આ વખતે અભિનેત્રી રેડ કાર્પેટ પર ડીપ નેક ઓફ શોલ્ડર વ્હાઈટ અને બ્લુ સાટિન ગાઉનમાં જોવા મળી હતી
અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે આ લુકને પાર્ટી ટચ આપ્યો હતો
ઉર્વશીએ ઉંચો બન બનાવ્યો હતો. તેણે ડ્રેસ સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી
અભિનેત્રી તેના હાથમાં મીની હેન્ડબેગ સાથે પાપારાઝી ને પોઝ આપતી જોવા મળી હતી
સૌથી અનોખા તેના વાદળી હોઠ હતા જેના પર બધાની નજર અટકી હતી
ઉર્વશીની આ સ્ટાઈલ જોઈને ચાહકોને ઐશ્વર્યા રાય બચ્ચનનો 2016નો કાન્સ લૂક યાદ આવી ગયો.
સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉર્વશીને ઐશ્વર્યાના આ લુક થી ઇન્સ્પાયર અને કોપી કહેવા લાગ્યા હતા