ટીવી અને મ્યુઝિક જગતની લોકપ્રિય અભિનેત્રી જન્નત ઝુબૈર 21 વર્ષની છે, પરંતુ તે દર્શકોની વચ્ચે ચર્ચામાં રહે છે 

જન્નતે બાળ કલાકાર તરીકે તેની કેરિયર ની સફર શરૂ કરી હતી. જન્નતના પિતા વ્યવસાયે અભિનેતા છે અને માતા ગૃહિણી છે 

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, જન્નતે તેની એક્ટિંગ જર્ની અને નો કિસિંગ પોલિસી પર ખુલીને વાત કરી હતી 

જન્નતે કહ્યું કે જ્યારે મારે 'તુ આશિકી'માં કો-સ્ટાર સાથે ઇન્ટિમેટ સીન કરવાનો હતો ત્યારે મારી પાસે શરૂઆતથી જ નો કિસિંગ સીન પોલિસી હતી. ત્યારે હતું તે કેવી રીતે કરી શકું? 

પપ્પાએ મને શોમાં કિસિંગ સીન કરવાની ના પાડી હતી. ત્યારે હું માત્ર 16-17 વર્ષની હતી. 

જ્યારે મેં જાહેરમાં નો કિસિંગ સીન પોલિસીનો ઉલ્લેખ કર્યો, ત્યારે બધાએ મને ટેકો આપ્યો 

મને એક પણ નકારાત્મક ટિપ્પણી મળી નથી. મને મારા અથવા મારા પિતાના નિર્ણય પર પસ્તાવો નથી. 

જન્નતે જણાવ્યું કે શરૂઆતની કારકિર્દી તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી. તેણે લગભગ બે વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો