પ્રખ્યાત અને એટલી જ લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફિટનેસ અને સુંદરતા માટે જાણીતી છે

40 વર્ષની વય વટાવી ચૂકેલી શ્વેતા આજે પણ પોતાના ગ્લેમરસ લુકથી યુવા અભિનેત્રીઓને પાછળ છોડી દે છે 

શ્વેતાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેણે લાલ પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો છે. 

આ તસવીરો જોયા બાદ ચાહકો તેની તુલના પુત્રી પલક તિવારી સાથે કરી રહ્યા છે. 

શ્વેતા એકતા કપૂરની સિરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બની હતી.

શ્વેતાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. 2011માં તેણે બિગ બોસની ચોથી સિઝનનું ટાઇટલ જીત્યું હતું. 

2021 માં રોહિત શેટ્ટીના સ્ટંટ-આધારિત શો ખતરોં કે ખિલાડી માં શ્વેતા ટોચના 5 માં પહોંચી હતી

2004માં તેણે ફિલ્મ 'મદહોશી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેણે ભોજપુરી, મરાઠી, કન્નડ અને પાકિસ્તાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે