8 જૂન, 1957ના રોજ મુંબઈમાં જન્મેલા ડિમ્પલના પિતા ચુન્નીભાઈ કાપડિયા ખૂબ જ અમીર વ્યક્તિ હતા. તે પોતાના ઘર સમુદ્ર મહેલમાં ફિલ્મ સ્ટાર્સને ભવ્ય પાર્ટી આપતા હતા
રાજ કપૂરે નવા ચહેરા સાથે બોબી બનાવવાનું નક્કી કર્યું અને તેના પુત્ર ઋષિ કપૂરને લોન્ચ કર્યો. આ ફિલ્મમાં ડિમ્પલ હીરોઈન બની હતી અને તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી
ડિમ્પલની સુંદરતાનો જાદુ માત્ર રાજ કપૂર પર જ નહીં, રાજેશ ખન્ના પર પણ હતો. એક દિવસ તેઓ ડિમ્પલને બીચ પર લઈ ગયા અને પ્રપોઝ કર્યું
રાજેશ ખન્નાએ ડિમ્પલ સામે એવી શરત પણ મૂકી હતી કે લગ્ન પછી ફિલ્મોમાં કામ નહીં કરે. રાજેશ ખન્નાની ફેન ડિમ્પલે 16 વર્ષની ઉંમરે દરેક શરત સ્વીકારીને કાકા સાથે લગ્ન કરી લીધા હતા
રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી, ડિમ્પલને બે પુત્રીઓ, ટ્વિંકલ અને રિંકી હતી. વર્ષ 1982 માં,ઝગડા ને કારણે ડિમ્પલે ‘કાકા’નું ઘર છોડી દીધું
સાગર ફિલ્મ માં બોલ્ડ સીન્સ આપીને ડિમ્પલ લાઇમલાઇટમાં આવી હતી અને તે દરમિયાન તેનું નામ સની દેઓલ સાથે જોડાયું હતું. કહેવાય છે કે બંને લગભગ 11 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા
27 વર્ષ સુધી રાજેશ ખન્નાથી અલગ રહ્યા બાદ ડિમ્પલ તેમની પાસે આવી હતી અને કાકાની અંતિમ ક્ષણ સુધી તેમની સાથે હતી. જાણકારોનું કહેવું છે કે ડિમ્પલે રાજેશ ખન્ના સાથે છૂટાછેડા લીધા ન હતા
તમને જાણીને નવાઈ લાગશે કે ડિમ્પલને રસોઇ બનાવતા નથી આવડતું. આ વાતનો ખુલાસો તેની પુત્રી ટ્વિંકલ ખન્નાએ પોતે કર્યો હતો.