ક્રિતિએ હાલમાં જ ડાર્ક કલરની સાડીમાં પોતાનો લૂક શૅર કર્યો છે. જો કે, આ સાડીની સાથે તેણે જે જૂતી પહેરી હતી તેની કિંમત ઓછી હોવાના કારણે તે ચર્ચામાં છે.
એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન તેણે સુંદર સાડી પહેરી હતી, જેનું કલર કોમ્બિનેશન તેના પર વધારે સારું લાગી રહ્યું હતું
ડાર્ક ચોકલેટ બ્રાઉન કલરની આ સાડીને ભારતની જાણીતી ફેશન ડિઝાઇનર અર્પિતા મહેતાના કલેક્શનમાંથી પસંદ કરી હતી
ક્રિતિની આ સાડીને ઓર્ગેન્ઝા સિલ્ક ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવી હતી. તેમાં ચોકલેટ બ્રાઉન કલરના મિરર ઉપરાંત રેશમી તારથી એમ્બ્રોયડરી કરવામાં આવી હતી
ક્રિતિએ સાડીની સાથે Fizzy Goblet લેબલથી ચમકદાર જૂતી પહેરી હતી, જેની કિંમત સાડીની સરખામણીએ સાવ નજીવી એટલે કે, 3,690 રૂપિયા છે