કરણ દેઓલ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે 

કરણ દેઓલના પિતા સની દેઓલના લુકએ ધ્યાન ખેંચ્યું હતું. સની દેઓલે કુર્તા-પાયજામા ઉપર બ્લેઝર પહેર્યું હતું. આ સાથે પાઘડી બાંધી હતી 

કરણ દેઓલની સંગીત સેરેમનીમાં તેના કાકા અભય દેઓલ પણ જોવા મળ્યા હતા. અભય દેઓલે હસીને પોઝ આપ્યો 

બોબી દેઓલ તેની પત્ની તાન્યા દેઓલ સાથે તેના ભત્રીજા કરણ દેઓલની સંગીત સેરેમનીમાં પહોંચ્યો હતો 

બોબી દેઓલ સાથે તેનો પુત્ર પણ જોવા મળ્યો હતો. કરણ દેઓલની સંગીત સેરેમનીમાં પિતા-પુત્રની જોડીએ ક્યૂટ પોઝ આપ્યો હતો 

સની દેઓલનો નાનો પુત્ર રાજવીર દેઓલ પણ તેના મોટા ભાઈ કરણ દેઓલના સંગીત સમારોહમાં હાજર રહ્યો હતો.

રણવીર સિંહની માતા અંજુ ભવનાનીએ કરણ દેઓલના સંગીત સમારોહમાં હાજરી આપી હતી 

રણવીર સિંહની માતા ઉપરાંત તેની બહેન રિતિકા ભવનાની પણ કરણ દેઓલના સંગીત સેરેમનીમાં સામેલ થઈ હતી.