બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ તેની ડેબ્યૂ હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની છે
આલિયા ભટ્ટની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
આ દરમિયાન આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે
આલિયા ભટ્ટે લીલા રંગનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રી ના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
આલિયા ભટ્ટ તેની હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના કો-સ્ટાર્સ ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે પોઝ આપ્યા હતા
આલિયા ભટ્ટની હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' 11 ઓગસ્ટ, 2023ના રોજ Netflix પર રીલિઝ થશે
આલિયા ભટ્ટ બોલિવૂડ ફિલ્મ ફિલ્મ 'રોકી ઔર રાની ઔર પ્રેમ કહાની' અને ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે