પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાના દેસી લુકને લઈને ધૂમ મચાવી રહી છે 

દિશાએ સિલ્વર સાડીમાં આવી તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે 

સાડીમાં પણ દિશા તેના ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે 

ખુલ્લા વાળ અને તેના પર ફિશકટ સ્ટાઈલની સાડી દિશાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે 

દિશાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. તેમજ દિશાએ ખૂબ જ ગ્લેમરસ રીતે લહેંગા સ્ટાઇલની સાડી કેરી કરી છે 

દિશાએ સિલ્વર સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે. અભિનેત્રીનું આ બ્લાઉઝ ખૂબ જ બોલ્ડ લુક આપી રહ્યું છે. 

દિશાને સાડીમાં જોયા બાદ ચાહકોના હોશ ઉડી ગયા છે, તેઓ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા ટૂંક સમયમાં એક્શન ફિલ્મ પ્રોજેક્ટ કેમાં જોવા મળી શકે છે.