વાંસ ૧૫-૨૦ ફૂટ લાંબો વધે છે. તેના પર લાંબા પાતળાં પાન આવે છે. વાંસના ઝુંડના ઝુંડ થાય છે. કુમળા ફૂટતા ફણગામાં ઘણું જોર હોય છે. પત્થરને ઉથલાવી કાઢી ફૂટે છે. વાંસ વાવવાથી વંશવેલો વધે છે અને સંતાનો દિર્ધાયુ થાય છે એવી માન્યતા છે.
આ ફણગાનું અથાણું બનાવવામાં આવે છે. આ સિવાય વાંસમાંથી ટોપલાં, ટોપલી, ખુરશી, છાપરાં, ભીંતો વગેરે બનાવવામાં આવે છે.
વાંસ ઈમારતી કામમાં ઘણો વપરાય છે. તેના થાંભલા, પાલખ વગેરે બનાવવામાં આવે છે.
વાંસમાંથી વાંસનું કપૂર નીકળે છે. તે ખાંસીમાં તથા દવાના ઘણા ઉપયોગમાં લેવાય છે.
બહુ મૂત્રમાં વાંસના લીલા અથવા સૂકા પાનનો ઉકાળો આપવામાં આવે છે.