આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

વડનું ઝાડ બહુ મોટું અને ઘટાદાર હોય છે. તે ઝાડને પૂજ્ય માનેલું છે. વટ સાવિત્રીના વ્રત વખતે તરૂણી કુમારીકાઓ આ ઝાડની પૂજા કરે છે. આ ઝાડની શીતળ છાયામાં હજારો માણસો ઉનાળામાં આશ્રય લે છે. ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે શુકલતીર્થ પાસે મોટો જૂનો કબીર વડ છે. તેને સાડા ત્રણસો વડવાઈઓ છે. આ વડની નીચે પાંચ હજાર માણસો આરામ લઈ શકે છે. વડના ઝાડના ડાળમાંથી વડવાઈઓ ફૂટીને જમીન તરફ વધતી જઈ જમીનમાં મુળ નાખે છે. જેથી વડનો વિસ્તાર વધતો જાય છે.

વડની વડવાઈનું દાતણ કરવાથી દાંત મજબૂત રહે છે તથા ચોખ્ખા થાય છે અને સડતાં નથી.

શારીરિક શક્તિ મેળવવા પતાસામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજું ખાઈ જવું.

ધાતુ વિકારોમાં વડનું દૂધ ઉત્તમ છે. તેના પાનના પતરાળા બનાવવામાં આવે છે.

વડનું દૂધ સૂર્યોદય પહેલાં જ મેળવી શકાય છે. કલકત્તા પાસે હાવડા બોટનિકલ ગાર્ડનમાં વડનું મોટામાં મોટું ઝાડ આવેલું છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન