આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ખાનદેશ તથા સાતપુડા પર્વતમાં આના છોડ ઘણા પ્રમાણમાં થાય છે. જૂજ જ ચોમાસામાં જોવા મળતી વેલ છે. આના ફૂલ લાલ પીળા ખૂબ સુંદર હોય છે. તેના મૂળ દૂધ જેવા સફેદ હોવાથી તેનો દૂધિયો વછનાગ પણ કહે છે. ગામડામાં આને વઢવાઢિયો કહે છે. તેના મૂળ ઘણાં ઝેરી તથા તેને વછનાગ કહે છે.

મૂળ કાળા તથા વજનદાર શ્રેષ્ઠ હોય છે. તેનો લેપ ઘણા રોગો પર અસર કરે છે.

સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાંથી રાહત થાય છે.

બળતરાવાળા તાવમાં પરસેવો લાવી તાવ ઉતારવા માટે ત્રિભુવન કિર્તીમૃત્યુજય કફકેતુ વગેરે રોગોમાં વપરાય છે.

તેનાં ફૂલ રંગબેરંગી ઘણાં રૂપાળાં હોય છે. તેના ફળ ઘરના છાપરે નાખવાથી ઘરમાં કલેશ લડાઈ ઝઘડા થાય એવી જનતામાં માન્યતા છે.

ઝેરી હોવાથી વૈદ્ય સિવાય યા જાણકાર સિવાય કોઈએ ઉપયોગ કરવો નહીં.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન