બોલિવૂડને હજારો શ્રેષ્ઠ ગીતો આપનાર પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે એ 1947 થી અત્યાર સુધીમાં 20 થી વધુ ભારતીય ભાષાઓમાં 11000 હજારથી વધુ સોલો અને ડ્યુએટ ગીતો ગાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
50 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહેલા બિગ બીએ અન્ય 19 લોકપ્રિય ગાયકો સાથે હનુમાન ચાલીસા ગાવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
અભિષેક બચ્ચન પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. અભિનેતાએ તેની ફિલ્મ દિલ્હી 6 ના પ્રમોશન માટે 12 કલાકમાં વિવિધ શહેરોમાં સૌથી વધુ સંખ્યામાં જાહેર પ્રદર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને વર્ષ 2013માં ગીનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 220.5 કરોડની કમાણી સાથે તે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો હતો
અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ માર્ચ 2016માં ગિનિસ બુકમાં દાખલ થયું હતું અભિનેત્રીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં એક સમયે મહત્તમ સંખ્યામાં મહિલાઓએ તેમના નખ પેઇન્ટ કરાવ્યા હતા
બોલિવૂડના જાણીતા ગાયક કુમાર સાનુનું નામ પણ આ રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે. તેણે એક દિવસમાં સૌથી વધુ 28 ગીતો ગાઈને ગીનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું
પીઢ અભિનેત્રી લલિતા પવારે બોલિવૂડમાં સૌથી વધુ સમય કામ કરનારી અભિનેત્રી બનવા માટે તેનું નામ ગિનિસ બુકમાં નોંધાયેલું છે.
કેટરિના કૈફે વર્ષ 2013માં 63.75 કરોડ રૂપિયા ની કમાણી સાથે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બનીને ગિનિસ બુક માં પોતાનું નામ નોંધાવ્યું હતું