ઉર્ફી જાવેદ તેના ફેશનેબલ આઉટફિટ્સને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે 

ચાહકો દરરોજ ઉર્ફીના અતરંગી લુકની રાહ જુએ છે. કપડાં ઉપરાંત ઉર્ફી મેકઅપ અને દેખાવમાં પણ ટિપ-ટોપ છે.

હાલમાં જ ઉર્ફી જાવેદ મેકઅપ વિના જાહેરમાં જોવા મળી હતી. મેકઅપ વગરની ઉર્ફીને જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા 

ઉર્ફી જાવેદે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, 'મારા ડાર્ક સર્કલ્સને કારણે મને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી 

મને આંખની નીચે ફીલર લગાવ્યા છે અને હવે મારો ચહેરો ગંદો લાગે છે. આંખો નીચે વિચિત્ર બની ગયું છે 

હવે મેકઅપ પણ મારી આંખો નીચે આ વિચિત્ર વસ્તુ છુપાવી શકતો નથી. મેં મારી સાથે આવું કેમ કર્યું 

જોકે ઉર્ફીએ પોતે કહ્યું હતું કે તેણે ટ્રોલના કારણે આ ફેસ ટ્રીટમેન્ટ કરાવી છે, આવી સ્થિતિમાં લોકો કહે છે કે ટ્રોલ કરવાથી તેને ઘણો ફરક પડે છે 

ઉર્ફી જાવેદ તેની અસામાન્ય શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે પણ તેના લુકના વખાણ કર્યા છે