શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્નને 32 વર્ષ થયા છે. પરંતુ એ વાત કોઈથી છુપી નથી કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે
શાહરુખ અને ગૌરી ને ત્રણ બાળકો છે - સુહાના ખાન, આર્યન ખાન અને અબ્રાહમ ખાન. ખાન પરિવાર સંપૂર્ણપણે ખુશ છે
શાહરુખ ખાન ઘર થી દૂર કોઈ ઇવેન્ટ માં હોય કે કોઈ શૂટિંગ માં હોય કામ દરમિયાન તે ઘણીવાર તેની પત્નીને યાદ કરે છે અને વારંવાર ફોન કરે છે
એક પત્રકારે અભિનેતાને પૂછ્યું, "શાહરૂખ જી, શું એ સાચું છે કે તમે દરેક શૂટ દરમિયાન તમારી પત્નીને 8-10 વાર ફોન કરો છો?" શું તમે તેમનાથી ડરો છો?"
શાહરૂખે કહ્યું જો તે મને દર 5 મિનિટ પછી પણ યાદ આવશે, તો હું ફોન કરીશ. જો હું તેને દર 5 કલાકે મિસ કરીશ તો પણ હું ફોન કરીશ
શાહરુખ ખાને તે પણ ઉમેર્યું કે, “હું દર 5 મિનિટે કોઈ બીજાની પત્નીને ફોન કરતો નથી, મને લાગે છે કે તે ઠીક છે."