આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

પીળાશ પડતી સફેદ છાલ પાતળા ફોતરા સ્વરૂપે સમગ્ર થડ પરથી ઉખતી જોવા મળતું આ વૃક્ષ ૩૦ થી ૩૫ ફૂટ ઊંચુ જંગલમાં સમુહમાં જોવા મળે છે. હંમેશા દવ લાગતા જંગલોમાં તે ધાવડો અને સાદડ સાથે ખાસ જોવા મળે છે. તેના બીજ હલકા અને પાંખોવાળા હોય છે. તેમાંથી નિકળતો ગુંદર “ગમ રેઝીન” પ્રકારનો હોય છે.

ધૂપ અને અગરબત્તીમાં ઉપયોગી હોવા ઉપરાંત તેનો ધૂમાડો જંતુનાશક ગણાય છે.

લીંબુનો રસ અને ટોપરાના તેલ સાથે ગુંદર મેળવી બનાવેલ મલમ ચામડીના ગુપ્ત રોગો પર ઉપયોગી ગણાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન