સરગવાનું ઝાડ ઘણું જ બરડ એટલે કે જલ્દી તૂટી જાય તેવું હોય છે. તેના કુમળા પાન, ફૂલ, શીંગોનું શાક થાય છે. પાનખર વૃક્ષ છે. સરગવામાં પ્રોટીન ખૂબ હોય છે. તેના પાનના ચૂર્ણને ગરમ પાણી કે પછી સ્મૂધીમાં નાખીને પી શકાય છે.
વહેતા કાનમાં સરગવાના સુકવેલાં ફળનો પાવડર નાખવાથી મટે છે. સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તુટે છે.
માણસના હાડકાને મજબૂત કરવા માટે તથા લંબાઈ વધારવા માટે સરગવાની શીંગના શાકનો ઉપયોગ કરવો જોઈએ.
છોલે કે ચણામાં સરગવાની સીંગ નાખવાથી પાચનમાં સરળતા રહે છે. દાળ અને સાંભરમાં ઉપયોગ કરવાથી ગેસની તકલીફ નહીં રહે.