બોલિવૂડ સ્ટાર કંગના રનૌત ટૂંક સમયમાં ફોઈ બનવા જઈ રહી છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી 

કંગના રનૌતે તેની ભાભી રિતુ સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેના બેબી શાવર સેરેમની વિશે જાણકારી આપી 

અભિનેત્રી કંગના રનૌતની ભાભી ટૂંક સમયમાં માતા બનવાની છે. આ પહેલા અભિનેત્રીના ઘરે તેના બેબી શાવરની વિધિ ખૂબ જ ધામધૂમથી થઈ હતી 

ફોટામાં કંગના ગુલાબી અને ગોલ્ડન હેવી બોર્ડરવાળી સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણીએ તેની સાથે નીલમણિ ચોકર નેકપીસ કેરી કર્યો છે 

કંગનાની સાથે ભાભી અને માતા પણ જોવા મળે છે. તેનો પૂરો પરિવાર પણ ઘણો ખુશ દેખાય છે 

અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પણ અહીં પહોંચી હતી. રીતુના બાળક પછી રંગોલી ચંદેલ પણ ફોઈ બનવા જઈ રહી છે 

કંગનાએ તેની ભાભીને એક કિંમતી નેકલેસ ગિફ્ટ કર્યો છે, જેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

કંગનાએ તેના ભાઈ-ભાભી ને મુંબઈમાં એક ઘર ગિફ્ટ કર્યું છે. જો કે, આ લોકો હિમાચલ તેમના માતા-પિતાને મળવા જતા રહે છે.