ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ના સ્ક્રીનિંગ દરમિયાન આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે સ્ટાઇલિશ લાગી રહી હતી. આ ઈવેન્ટમાં બંનેએ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી
આ ઈવેન્ટમાં રણવીર સિંહ પણ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. જો કે આ દરમિયાન દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર જોવા મળી ન હતી
આ ફિલ્મની સ્ક્રીનિંગમાં નીતુ કપૂર તેની ભાભીનણંદ રીમા જૈન સાથે જોવા મળી હતી. ઈવેન્ટમાં નીતુ ખૂબ જ સુંદર લાગી રહી હતી
આ ઇવેન્ટ દરમિયાન જયા બચ્ચન રેડ ગાઉન ડ્રેસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ મહત્વની ભૂમિકા ભજવી છે
શબાના આઝમી પણ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં મહત્વ ની ભૂમિકા ભજવી રહી છે અને તે તેના પતિ જાવેદ અખ્તર સાથે આવી હતી
અભિનેત્રી કેટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલ પણ સ્ક્રીનિંગમાં હાથ પકડીને જોવા મળ્યા હતા
અભિષેક બચ્ચન તેની માતા જયા બચ્ચન સાથે ફિલ્મ જોવા આવ્યો હતો. આ દરમિયાન શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી
સારા તેના ભાઈ ઈબ્રાહિમ સાથે ફિલ્મ જોવા ગઈ હતી. તમને જણાવી દઈએ કે, ઈબ્રાહિમ આ ફિલ્મથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે