આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

હળદરનો છોડ ત્રણ ચાર ફૂટ ઊંચો હોય છે. તે વર્ષાયું છે. આદુની જેમ લીલી હળદર ગાંઠીયા જમીનમાં મૂળ સાથે થાય છે. તેના પાન કદલીના છોડ જેવા હોય છે. હળદરનો રંગ પીળો હોય છે. લીલી હળદર કચુંબર તરીકે ખવાય તો રક્ત શુદ્ધિ થઈ શકે. આપણાં ખોરાકમાં હળદર દરરોજ વપરાય છે.

હળદર પિત્ત નિર્માણ કરે છે. શરીરમાં પિત્ત એ અગ્નિ સ્વરૂપ છે. તેથી હળદર જીવન તત્વ આપતો પદાર્થ છે.

વાગેલા ઘા ઉપર વહેતુ લોહી બંધ કરવા હળદરનો ઉપયોગ કરી શકાય.

કુતરૂ કરડે ત્યારે બેઠેલા દાંત ઉપર હળદર અને લાલ મરચું દાબી દેવાથી હડકવાનો ભય દૂર કરી શકાય. મૂત્ર માર્ગના બધા દર્દી પર હળદર સારુ કામ કરે છે.

નેત્ર રોગ, સોજા ઉપર, ખાંસી ઉપર તેમજ શરદીમાં સારૂ કામ કરે છે. હળદર એ સલ્ફાડ્રગ જેવું કામ પુરૂ પાડે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન