બોલિવૂડ એક્ટર જુગલ હંસરાજ 90ના દાયકાના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નો સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં નો એક છે 

ફિલ્મ 'મોહબ્બતેં'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનાર જુગલ હંસરાજ આજે તેનો 51 મો જન્મદિવસ મનાવી રહ્યો છે 

જુગલ હંસરાજે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે ફિલ્મ 'માસૂમ'માં જોવા મળ્યો હતો 

આ પછી તે મોટો થયો અને 'આ ગલે લગ જા' અને 'મોહબ્બતેં'માં કામ કર્યું.પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે જુગલે બોલિવૂડ છોડવું પડ્યું. આ વિશે તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું 

એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ યાદ કર્યું કે તેને 'જિન્ક્સ' તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો ફિલ્મ ઇવેન્ટ્સમાં તેની મજાક ઉડાવતા હતા 

અભિનેતાએ કહ્યું કે- મને અલગ-અલગ નામથી બોલાવવામાં આવતો હતો અને મનહૂસ પણ કહેવામાં આવતો હતો 

મોહબ્બતેં અભિનેતાએ ખુલાસો કર્યો કે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો જ્યારે તેણે જે ફિલ્મો સાઇન કરી હતી તે વારંવાર સ્થગિત થઈ રહી હતી. આ પરિસ્થિતિએ તેને રડાવ્યો હતો 

ફિલ્મ પાપા કહેતે હૈની રિલીઝ બાદ અભિનેતાને ઘણી ઑફર્સ મળી. તેની પાસે 35-40 ફિલ્મો હતી. પરંતુ તે ફિલ્મો ક્યારેય બની ન હતી. વાત શૂટિંગ સુધી પણ પહોંચી પરંતુ એક ફોન આવતા અને અભિનેતા ને ફિલ્મ માટે ના પાડતા. આ પછી લોકો જુગલ ને અશુભ કહેવા લાગ્યા