ગૌતમ રોડે અને પંખુરી અવસ્થી બંને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક છે. 

ચાહકો ને બંનેની જોડી ત્યાર થી પસંદ છે જ્યારથી તેમને 'સૂર્યપુત્ર કર્ણ'માં 'કર્ણ' અને 'દ્રૌપદી'ના રોલમાં જોવા મળ્યા હતા 

અભિનેત્રી લાંબા સમયથી તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી. પંખુરીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે 

આ સારા સમાચાર ટીવીના સૌથી લોકપ્રિય કપલ ગૌતમ રોડે અને પંખુરી અવસ્થીએ  ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા 

બંનેએ 4 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા. હવે લગ્નના 5 વર્ષ બાદ તેઓ માતા-પિતા બની ગયા છે 

પંખુરી અવસ્થીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જોડિયા બાળકો ના જન્મના સારા સમાચાર આપતા એક સુંદર પોસ્ટ પણ શેર કરી છે 

એક નોંધ શેર કરતા દંપતીએ લખ્યું, 'અમને એક પુત્ર અને પુત્રીનો આશીર્વાદ મળ્યો છે, અમારા પરિવારના નવા સભ્યને તમારા આશીર્વાદની જરૂર છે... ગૌતમ-પંખુરી.' 

ટીવીની લોકપ્રિય વહુ દિવ્યાંકા ત્રિપાઠીથી લઈને લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ સુધી, ગૌતમ-પંખુરીને અનેક શુભેચ્છાઓ આપવામાં આવી છે