આપણા દેશના તમામ મેદાની પ્રદેશોમાં કુદરતી રીતે ઊગે છે. દરિયાકાંઠે, રણવિસ્તારમાં,પહાડી પ્રદેશોમાં એ વધારે પ્રમાણમાં થાય છે. આર્યુવેદ તથ યૂનાની ચિકિત્સા-પધ્ધતિઓમાં એનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત શાક,અથાણું,મુરબ્બો,જામ તથા અન્ય પૌષ્ટિક ખાદ્યપદાર્થો બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. ગામડાંના તથા શહેરી વિસ્તારના મોટાભાગના લોકો કુંવારપાઠુંના ગુણો તથા ઉપયોગોથી પરિચિત છે.
કુંવાર, પેટના અને કબજિયાતમાં ગુણાકારી, શીતળ, દીપન, પાવન અને દાહ શામક છે. રસ શીતળ હોવાથી દાઝ્યા ઉપરની બળતરા અટકાવે છે.
આંખો માટે ગુણકારી, રસાયણ, બળવર્ધક, રક્તવિકાર અને ચામડીના રોગોનો નાશ કરનાર છે.
કુંવારપાઠાથી તૈયાર કરાયેલી જેલ સુંદરતા, એન્ટીસેપ્ટીક, એન્ટી ઇન્ફેકશન, એન્ટીબર્ન અને પેઇનકિલર માં શ્રેષ્ઠ ઔષધ છે.
કુંવારપાઠું વાળમાં ઠંડક આપે છે, ખરતા અટકાવે છે, સોરાયસીસ જેવા માથાના ભયંકર રોગને મટાડે છે.