ઇસબગુલ મૂળભૂત રીતે પ્લાંટાગો ઓવાટા નામના એક છોડના બીજ છે. જેના પાન એલોવેરા જેવા જ દેખાય છે. પણ આ છોડ પર મોટા મોટા ફૂલ આવે છે. જેમાં ઇસબગુલના બીજ મળે છે. આયુર્વેદિક દ્રષ્ટ્રિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમાં લૈક્સટિવ, કૂલિંગ અને ડાઇયૂરેટિક ગુણો છે. ઈસબગુલ તેના બીજ અને ભુસા માટે વિશ્વવિખ્યાત છે.
ઇસબગુલના બીજ અને ભુસા નો કબજિયાત, પેટના વિકારોમાં ઔષધિ કીય રીતે ઉપયોગી છે.
ઇસબગુલના બીજના તેલમાં કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણ હોય છે.
ઈસબગુલ ફાઈબરનો સારો સ્ત્રોત હોવાથી તે પાચન પ્રક્રિયા માટે લાભદાયી છે.
ઈસબગુલ તેના વજન કરતા ચૌદ ગણું પાણી શોષી શકે છે. ઈસબગુલ ચરબી ઓગળવામાં મદદ કરતું હોવાથી વજન ઘટાડવામાં પણ લાભદાયી છે.