ઈન્ડિયા કોચર વીક નો 6ઠ્ઠો દિવસ શાનદાર રહ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી અનન્યા પાંડેએ રેમ્પ પર વોક કરીને ધૂમ મચાવી હતી 

ગોલ્ડન કલરના ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ ડિઝાઇનર રિમઝિમ દાદુ માટે રેમ્પ પર ચાલતાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું 

અનન્યા પાંડે આ ફેશન શોમાં 'ગોલ્ડન બ્યુટી' લુકમાં જોવા મળી હતી. અભિનેત્રી ગોલ્ડન હાઇ સ્લિટ સ્કર્ટ અને મેચિંગ બ્રેલેટ ટોપમાં સુંદર લાગી રહી હતી 

અનન્યા એ  તેના દેખાવને પૂર્ણ કરવા માટે હૂપ ઇયરિંગ્સ પસંદ કરી હતી અને તેના મેકઅપને સૂક્ષ્મ રાખ્યો હતો 

અનન્યાએ ફરી એકવાર સાબિત કર્યું કે તે બી-ટાઉનની સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 

તેના આ લુકએ લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. લોકો તેના સ્ટાઇલિશ લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે 

બોલિવૂડમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના ડેટિંગના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા છે. તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે 

તાજેતર માં તેમની કેટલીક રોમેન્ટિક તસવીરો સામે આવી હતી, જે બાદ તેમના સંબંધો પર મહોર લાગી હતી.