આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ફુદીનો ભારતમાં સર્વ થાય છે. જે ખાદ્ય પદાર્થ અને ઔષધ રૂપે કરવામાં આવે છે. ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. જેની અનેક જાતિઓ પ્રજાતિઓ છે.  

ફુદીનાના તેલનો ઉપયોગ મુખ્યત્વે ઔષધિ, ખાદ્ય અને સૌંદર્ય પ્રસાધન સામગ્રીમાં ઉપયોગ લેવામાં આવે છે.

ફુદીનો દમના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફુદીનો બળતરા વિરોધી ગુણધર્મોથી ભરેલો હોય છે.

ફુદીનો નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંના કફને સાફ કરે છે.

આ ઉપરાંત ફુદીનાનું તેલ નિલગિરીના તેલ સાથે ઘણા રોગોમાં કામ આવે છે. તેનો ઘણીવાર ગેસ દૂર કરવા માટે, દર્દ નિવારણ હેતુ, તથા ગઠિયો વા, વગેરેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન