શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.આવી સ્થિતિમાં સોમવારે સંજય દત્તે મુંબઈમાં પોતાના ઘરે શિવપૂજા કરાવી હતી.
અભિનેતાએ તસવીરોમાં પૂજાની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાં તે ભગવાન શિવની પૂજા કરતો જોવા મળી રહ્યો છે.
પૂજા દરમિયાન સંજયે સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. સંજુ બાબાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શિવની સંપૂર્ણ વિધિથી પૂજા કરી હતી
અભિનેતાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, 'આજે ખૂબ જ સારી રીતે શિવની પૂજા કરવામાં આવી હતી. આભાર શ્રી ઉદયચાર્યજી. હર હર મહાદેવ.'