આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સ તેમના રેમ્પ વોકથી ચાહકોને દિવાના બનાવી રહ્યા છે 

ઈન્ડિયન કોચર વીક 2023 ચાલી રહ્યું છે જેમાં રોજેરોજ એક યા બીજા સેલેબ્સ કોઈને કોઈ ડિઝાઈનર માટે વોક કરી રહ્યાં છે 

આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન શો સ્ટોપર્સ બન્યા. સારા અને આદિત્ય શાંતનુ અને નિખિલ માટે વોક કર્યું હતું 

બંને એથનિક લુકમાં અદ્ભુત લાગી રહ્યા હતા. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે 

સારાના લુકની વાત કરીએ તો તેણે પીચ અને સિલ્વર કલરનો લહેંગા પહેર્યો હતો. તેના બ્લાઉઝ સાથે કેપ પણ જોડાયેલી હતી 

આદિત્ય રોય કપૂર વિશે વાત કરીએ તો તેણે બેજ શેરવાની અને ક્રીમ પેન્ટ પહેર્યું હતું 

સારા અને આદિત્ય એ  રેમ્પ વોક દરમિયાન ઘણા પોઝ આપ્યા હતા 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ‘મેટ્રો ઈન દીનો’ માં સાથે જોવા મળશે