રણવીરે તાજેતરમાં જ ફિલ્મની ઈવેન્ટ દરમિયાન સાસુ ઉજાલા પાદુકોણ સાથેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે સાસુને તેની વાત માનવામાં સમય લાગ્યો.
રણવીર સિંહે જણાવ્યું કે જ્યારે તે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરવાનો હતો ત્યારે અભિનેત્રીના પરિવારજનોને રણવીર વિશે કંઈ ખાસ સમજાયું ન હતું.
વાસ્તવમાં રણવીર સિંધી પરિવારમાંથી આવે છે જ્યારે દીપિકા દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં બંને પરિવારો વચ્ચે પારિવારિક મતભેદો થવું સામાન્ય બાબત છે.
રણવીરે કહ્યું કે તેની અને તેની સાસુ વચ્ચે સમજણમાં 4-5 વર્ષ લાગ્યા અને હવે તે તેની સાસુનો પ્રિય વ્યક્તિ બની ગયો છે.
રણવીરે કહ્યું કે જ્યારે દીપિકાની માતાને તેના અને તેના વ્યક્તિત્વ વિશે ખબર પડી ત્યારે તેને સમજાયું કે તે ગમે તેવો હોય, તેનું દિલ સાફ છે અને તે સારો છોકરો છે.
રણવીર સિંહને 2012માં દીપિકા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામ લીલા'માં કામ કરી રહ્યા હતા.
છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર અને દીપિકા એ સગાઈ કરી અને પછી 2018 માં બન્ને એ ઈટાલીના લેક કોમો માં લગ્ન કર્યા હતા.