'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​જીનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી મુનમુન દત્તા આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. 

મુનમુન  તેની માતા સાથે આ ટ્રિપ પર ગઈ છે, જ્યાંથી તે તેના એકથી વધુ ફોટા શેર કરી રહી છે.

દુબઇ વેકેશન પર ગયેલી અભિનેત્રી મુનમુન દત્તાએ તસવીરો શેર કરી છે જેના કારણે તે ટ્રોલ થઇ રહી છે 

મુનમુન દત્તા એ  અબુ ધાબીમાં એક મસ્જિદની બહાર ફોટા ક્લિક કર્યા, જે તેને ભારે પડી રહ્યા છે 

કેટલાક તેના હિંદુ હોવા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક તેનો બહિષ્કાર કરી રહ્યા છે. તસવીરોમાં મુનમુન બુરખો પહેરેલી જોવા મળી રહી છે 

કાળો બુરખો પહેરીને મુનમુને મસ્જિદના દરેક ખૂણાની મુલાકાત લીધી અને ત્યાં ની તસવીર પણ શેર કરી 

કેટલાક યુઝર્સ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 'હિન્દુ છો, મંદિરમાં જાઓ, મસ્જિદમાં નહીં.' 

બબીતા ​​જીના ફોટો પર કોમેન્ટ કરીને લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ મુનમુનને અનફોલો પણ કરી દીધી છે.