બોલિવૂડ અભિનેત્રી કાજોલે તેના પરિવાર અને મિત્રો સાથે તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો.
રસપ્રદ વાત એ છે કે, અભિનેત્રીએ તેનો જન્મદિવસ ટીવી સિરિયલના સ્ટાર્સ વત્સલ શેઠ અને ઈશિતા દત્તા સાથે તેના ઘરે ઉજવ્યો હતો
અભિનેત્રી કાજોલના બર્થડે સેલિબ્રેશનમાં તેના પતિ અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ ની કો-સ્ટાર અને ઓન-સ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા તેના પતિ વત્સલ શેઠ સાથે પહોંચી હતી
ઈશિતા દત્તાએ દ્રશ્યમમાં અજય દેવગનની પુત્રીનો રોલ કર્યો હતો. આવી સ્થિતિમાં કાજોલ અને અજય દેવગન તેને દીકરી સમાન માને છે
કાજોલ અને વત્સલ શેઠનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. આવી સ્થિતિમાં બંનેએ પોતાનો જન્મદિવસ એકસાથે ઉજવવાનું આયોજન કર્યું હતું
આ દરમિયાન અભિનેત્રી ની માતા તનુજા અને સાસુ વાણી દેવગન કાજોલનો જન્મદિવસ મનાવતા જોવા મળ્યા હતા
કાજોલના કામની વાત કરીએ તો તે છેલ્લે વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળી હતી.